Sunday, 18 February 2024

નોર્થપોલ


          ' નોર્થપોલ ' નામ પરથી કદાચ એવું લાગે કે આ કોઈ  અંગ્રેજી શબ્દ છે અને સાર પણ કંઈક અંગ્રેજીમાં
હોવાનો પણ જેટલું આ નામ અલગ છે એટલો જ આ શબ્દનો મર્મ પણ અલગ છે. આ એક નવલકથા છે જે ગુજરાતી લેખક ' જીતેશ દોગા ' દ્વારા લખાયેલી છે. 

         ' નોર્થપોલ ' એક એવો શબ્દ છે જેનું સ્વપ્ન સેવતા, જેને સાકાર કરતાં, જેને જીવતા, જેને માણતા આ આખી નવલકથા પૂર્ણ થાય છે. વાત એક એવા ગામડિયા છોકરાની છે જેની  કોલેજ પૂરી થઈ હોવા છતાં તેને પોતાના જીવનનું ધ્યેય ખબર નથી.  ક્યાંકને ક્યાંક મોટા ભાગના કોલેજમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ માટે આ મોટી સમસ્યા છે. કારણ કે તે જે ભણે છે તેમાં તેને રસ નથી અને અમુક ' હોશિયાર વિધ્યાર્થીઓએ ' અભ્યાસ સિવાય બીજે ક્યાંય ધ્યાન આપ્યું નથી. તો આ પ્રશ્ન સ્વભાવિક છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનો રસ વિષે તો સજાગ રહેવું જ જોઈએ. કંઈક આવી જ રીતે " ગોપાલ " નામનો યુવાન પોતાના રસના વિષયની ખોજમાં પરિવારથી દૂર નીકળી પડે છે. આ શોધ માં " મીરાં " નામની યુવતી તેની સારથી બની જાય છે. આ બન્ને નવયુવાનો એક નોર્થપોલની કલ્પના કરે છે અને ભવિષ્યમાં તેને સાકાર કરે છે. આ દરમિયાન બન્ને એક બીજાના પ્રેમમાં પડે છે. બન્ને સમાજના રીતી-રીવાજોથી કંટાળેલા લગ્નમાં પણ માનતા નથી. થોડા સમય બાદ તેને ત્યાં ચન્દ્ર જેવી દિકરી અવતરે છે. તેનું નામ " ઈદ " રાખવામાં આવે છે. પરંતુ તે કેન્સર દ્વારા મૃત્યુ પામે છે અને મીરાનું પણ એક અકસ્માતમાં મૃત્યુ થાય છે. અંતે ૮-૭ વર્ષે ગોપાલને પોતાનો રસનો વિષય ખબર પડે છે અને સંગીતને ધ્યેય બનાવે છે. 

    આવી જ રીતે દરેક વ્યક્તિએ પોતાના રસના વિષયમાં આગળ વધવું જોઈએ જેથી આપણે જીન્દગીભર સંતોષથી જીવી શકીએ. પછી ભલેને થોડો સમય લેવો પડે. 

 ~ ખોજમાં રેવું છતાં મોજમાં રેવું

 ~ The trouble is that you think  
        You have time  ! 
     

No comments:

Post a Comment

For Whom the Bell Tolls by Ernest Hemingway

Introduction Ernest Hemingway's For Whom the Bell Tolls is a profound exploration of war, love, sacrifice, and the human spirit. Set aga...